અમદાવાદના વસ્ત્રાલ-ઓઢવ વિસ્તારમાં ચોરીનો સિલસિલો યથાવત છે. એક જ રાતમાં બે અલગ-અલગ જગ્યાએ તસ્કરોએ તરખાટ મચાવ્યો હતો. સિક્યુરિટી કેબિનમાં સૂઈ રહેલા ગાર્ડને નિશાન બનાવી મોબાઈલ ચોરીની ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે, જેના પગલે સ્થાનિક રહીશોમાં ભયનો માહોલ ફેલાયો છે.