ગોત્રીના કલ્પવૃક્ષ કોમ્પ્લેક્સ સામેની ગલીમાં રોડના કિનારે બેદરકારી દાખવીને મેડિકલ કચરો ફેંકી દેવાયો.
જાહેર માર્ગ પર ફેંકાયેલા મેડિકલ વેસ્ટને કારણે સ્થાનિક રહીશોમાં રોગચાળો ફેલાવાનો ભારે ભય સાથે આક્રોશ.
પ્રાથમિક તપાસમાં મળી આવેલી દવાઓ અને ઇન્જેક્શનની સામગ્રી એક્સપાયરી ડેટ વગરની હોવાનું આવ્યું સામે.
કોઈ હોસ્પિટલે કચરો ઠાલવ્યો કે પછી કોઈ મેડિકલ સ્ટોરે પુરાવા છુપાવવા આ કરતૂત કરી, તે અંગે રહસ્ય.
અગાઉ પણ ગોત્રી વિસ્તારમાં આરોગ્ય વિભાગ દ્વારા અનેક મેડિકલ સ્ટોર્સ સામે દંડાત્મક કાર્યવાહી હતી કરાઈ.
જાહેર આરોગ્ય સાથે ચેડાં કરનારા જવાબદારો સામે કડક પગલાં લેવાશે કે મામલાને કરી દેવાશે રફે દફે.
બેદરકાર તત્વો સામે આરોગ્ય વિભાગ હવે કેવા ઉદાહરણરૂપ પગલાં ભરે છે તેના પર સ્થાનિકોની નજર.