કાલોલ: લાડ જ્ઞાતિ સમસ્ત અને એનએમજી હોસ્પિટલ દ્વારા કાલોલમાં ફ્રી સર્વ રોગ નિદાન કેમ્પ યોજાયો: ૧૮૫ દર્દીઓએ લીધો લાભ
કાલોલ દશાલાડ જ્ઞાતિ સમસ્ત તથા શેઠશ્રી નવિનચંદ્ર મફતલાલ મેડીકલ ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે લાલ દરવાજા પાસે આવેલી એન.એમ.જી. હોસ્પિટલ ખાતે આ "ફ્રી સર્વ રોગ નિદાન કેમ્પ" યોજાયો હતો. આ કેમ્પમાં આસપાસના વિસ્તારના કુલ ૧૮૫ દર્દીઓએ ઉપસ્થિત રહીને નિઃશુલ્ક સેવાનો લાભ લીધો હતો.આ કેમ્પમાં ગુજરાતના જાણીતા અને નિષ્ણાત ડોક્ટરોએ પોતાની માનદ સેવાઓ આપી હતી.આ કેમ્પને સફળ બનાવવા માટે ટ્રસ્ટના ટ્રસ્ટીઓ, એનએમજી ના ટ્રસ્ટી પ્રકાશભાઈ ગાંધી તેમજ સ્ટાફ ઊપસ્થિત રહ્યો હતો. તમામ