રાજુલા: રાજુલા અને સાવરકુંડલા વચ્ચે આવેલ થોરડી પાસે શિકાર કરનાર"આઝાદ"ને વનવિભાગ અને રાજય સરકાર આઝાદ કરે તેવી માંગ
Rajula, Amreli | Jul 5, 2025 "આઝાદ" સિંહએ પરપ્રાંતી બાળકનુ મૃત્યુ નિપજાવ્યા બાદ પાંજરે કેદ થયો સિંહપ્રેમીઓએ 1 વર્ષ દરમ્યાન તેના વર્તનની કેટલીક કહાનીઓ વ્યક્ત કરી હતી.વનવિભાગ અને રાજય સરકાર નર સિંહને આઝાદી અપાવે તેવી માંગ કરવામાં આવી રહી છે.બાળકનું મોત થયું તે વિસ્તારમાં આઝાદ પ્રથમ વખત ગયો હતો અને ઘટના બની હતી મધ્યપ્રદેશનો પરપ્રાંતી મજુર પરિવાર 3 દિવસ થયા રહેતો હતો અને ચોથા દિવસે ઘટના બની હતી.