ગાંધીનગર: ગુજરાતના નવા મુખ્ય માહિતી કમિશનર બન્યા સુબ્રમણ્યમ આર. અય્યર, રાજ્યપાલે લેવડાવ્યા શપથ
ગુજરાતના મુખ્ય માહિતી કમિશનર તરીકે સુબ્રમણ્યમ આર. અય્યરે શપથ લીધા. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની ઉપસ્થિતિમાં ગાંધીનગરના લોકભવન ખાતે યોજાયો શપથ ગ્રહણ સમારોહ. અગાઉ તેઓ માહિતી કમિશનર સહિત અનેક મહત્વના હોદ્દાઓ પર સેવા આપી ચૂક્યા છે.