ઘાટલોડિયા: ફૂટપાથ તૂટવાની ફરિયાદો બાદ તંત્ર દ્વારા નિર્ણય કરાયો
રોડ કમિટીમાં ફૂટપાથને લઈને મહત્વની ચર્ચા કરવામાં આવી છે. મેટમિક્સથી ફૂટપાથ તૂટવાની ફરિયાદો મળ્યા બાદ હવે નવી ફૂટપાથ બનાવવાની પદ્ધતિમાં ફેરફાર કરવાનો નિર્ણય લેવાયો છે.હવેથી નવી ફૂટપાથમાં મેટમિક્સને બદલે એમ 15 બેઝનું PCC એટલે કે સિમેન્ટ, રેતી અને કપચીથી બનતું મજબૂત કોંક્રિટ વાપરવામાં આવશે. મેટમિક્સ એટલે ડામર આધારિત મિશ્રણ, જેના કારણે ફૂટપાથ તૂટવાની ફરિયાદો સામે આવી હતી.નવી પદ્ધતિથી ફૂટપાથ વધુ મજબૂત બને અને તૂટવાની સમસ્યા અટકે.