વલસાડ તાલુકાના અટકપારડી પંચાયત દ્વારા વાંકી નદીના કિનારે કચરો ઠલવાતાં લોકોમાં રોષ, કલેક્ટરને આવેદન અપાયું
વલસાડ તાલુકાના પારનેરા પારડી વિસ્તારમાંથી પસાર થતી વાંકી નદીના તટ પર અટકપરડી ગ્રામ પંચાયત દ્વારા ગંદો કચરો ફેંકવામાં આવતો હોવાનો સ્થાનિક લોકોએ ગંભીર આક્ષેપ કર્યો છે. નદીના તટ વિસ્તારમાં આવેલી સરકારી જમીન પર કચરાના ઢગ ખડકાતાં તેમજ નજીકની ફેક્ટરીઓ દ્વારા પ્રદૂષિત પાણી છોડાતાં નદીનું પાણી દૂષિત બની રહ્યું છે. આ અંગે સ્થાનિક ગ્રામજનો અને અગ્રણીઓએ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી તાત્કાલિક યોગ્ય કાર્યવાહી કરવાની રજૂઆત કરી છે.
Vapi, Valsad | Oct 7, 2026