થરાદ: આજથી વાવ-થરાદ જિલ્લાનો વિધિવત પ્રારંભ
સુશાસન, વિકાસ અને એકતાના નવા અધ્યાયની સાથે આજથી વાવ થરાદ જિલ્લો સત્તાવાર રીતે અસ્તિત્વમાં આવ્યો છે. વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી અને મંત્રી બલવંતસિંહ રાજપૂતના હસ્તે થરાદ ખાતેથી કલેકટર કચેરીનો વિધિવત શુભારંભ કરાયો હતો. આ સાથે ચાર નવા તાલુકાઓ ઓગડ, ધરણીધર, રાહ અને હડાદ પણ અસ્તિત્વમાં આવ્યા છે.