ગોધરા: શહેર બી ડિવિઝન પોલીસમથકના ચર્ચાસ્પદ રાયોટીંગના ગુન્હાના આરોપી સામે ‘પાસા’ હેઠળ કાર્યવાહી, સુરતની લાજપોર જેલ ભેગો કરાયો
ગોધરા શહેર બી ડીવીઝન પોલીસ સ્ટેશન વિસ્તારના ચર્ચાસ્પદ રાયોટીંગના ગુનામાં સંડોવાયેલા મુખ્ય આરોપી સુફીયાન યાકુબ પથા વિરુદ્ધ પાસા હેઠળ અટકાયતી પગલાં લેવાયા છે. પોલીસ ઇન્સ્પેક્ટર એચ.બી. ગામેતી દ્વારા મોકલાયેલી પાસાની દરખાસ્તને પંચમહાલ જિલ્લા મેજિસ્ટ્રેટ કચેરીએ મંજૂરી આપી હતી.વોરંટ મંજૂર થતાં જ ડિસ્ટાફની ટીમે બાતમીના આધારે ગોહ્યા મહોલ્લામાંથી આરોપીને ઝડપી લીધો હતો. મેજિસ્ટ્રેટના હુકમની બજવણી કરીને આરોપીને ચુસ્ત પોલીસ જાપતા હેઠળ સુરતની લાજપોર જેલ ખાતે