કાલોલ: કલાલ ઝાંપા વિસ્તારમાં નગરપાલિકાની ઘોર બેદરકારીના કારણે ખુલ્લી ગટરના ખાડામાં બાળક સાઇકલ લઈને પડતાં અકસ્માત સર્જાયો
કાલોલ શહેરના કલાલ ઝાંપા વિસ્તારમાં નગરપાલિકાની ઘોર બેદરકારી ફરી એકવાર સામે આવી છે. છેલ્લા કેટલાય સમયથી મુખ્ય રસ્તા પર આ ખાડાના કારણે તાજેતરમાં એક બાળક સાયકલ સાથે અંદર પડી જતાં તેને ઇજા પહોંચી હતી.આ ઘટનાના પગલે સ્થાનિક નાગરિકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો.જો કે ખાડો પડી ગયો હોવા છતાં તેનું સમારકામ કરવામાં આવ્યું નથી.