દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકાના અગારા ગામે એક યુવતી તથા તેના પરિચિત યુવાન દ્વારા અંગત કારણોસર આત્મઘાતી પગલું ભરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હોવાની જાણ થતાં જનરક્ષક-112ની દુધિયા PCR ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી પહોંચી હતી.
ફરજ પર રહેલા એ.એસ.આઈ. અક્ષયરાજસિંહ ઘનશ્યામસિંહ (બકલ નં. 679) તેમજ તેમની સાથેના જી.આર.ડી. પ્રવીણભાઈ જશવંતભાઈ, જી.આર.ડી. ચીમનભાઈ ખુમાનભાઈ અને જી.આર.ડી. આરતભાઈ સાયબાભાઈ તથા લીમખેડા પોલીસ સ્ટેશનના નાઇટ પેટ્રોલિંગમાં ફરજ બજાવતા અ.હે.કો. કૃષ્ણકુમાર નટવરસિંહ દ્વારા ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખી ત્વરિત અને સંકલિત કામગીરી હાથ ધરવામાં આવી હતી.
ઘટનાસ્થળે પહોંચતા જાણવા મળ્યું કે બંને વ્યક્તિઓ ઘરની અગાસી પર હતા અને ત્યાં પહોંચવાનો કોઈ સીધો માર્ગ ઉપલબ્ધ ન હતો. પ્રતિકૂળ પરિસ્થિતિ હોવા છતાં પોલીસ ટીમે પોતાની સૂઝબૂઝ, હિંમત અને કાર્યકુશળતાનો પરિચય આપી વૈકલ્પિક માર્ગ શોધી અગાસી સુધી પહોંચવામાં સફળતા મેળવી હતી. ટીમે સમયસર બંનેને �
Dohad, Dahod | Jul 12, 2026