ગાંધીનગર: SOGએ RTO નજીકથી બ્રેજા ગાડીમાંથી ગાંજા સાથે એક ઇસમની ધરપકડ કરી, SOGએ બાતમીના આધારે 0.772 કી.ગ્રામ ગાંજો પાડ્યો
ગાંધીનગર SOGએ RTO નજીકથી બ્રેજા ગાડીમાંથી ગાંજા સાથે એક ઇસમની ધરપકડ કરી હતી. SOGએ બાતમીના આધારે 0.772 કી.ગ્રામ ગાંજો ઝડપી પાડ્યો છે. મૌલિક પટેલના ના ઇસમ પાસેથી ગાંજા, બ્રેજા ગાડી રોકડ સહિત કુલ 5 લાખ 13 હજાર 320નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. ગાંધીનગર SOGએ આ ગાંજો ક્યાંથી લાવ્યો અને ક્યાં વેચવાનો હતો તે દિશામાં તપાસ હાથ ધરી છે. આ સમગ્ર ઓપરેશન SOGએ બાતમીના આધારે ખુલ્લું પાડ્યું હતું.