ગાંધીનગર: રાયસણમાં PDPU નજીકની ખાનગી હોસ્ટેલમાં ચાઈનીઝ ફૂડથી 20થી વધુ વિદ્યાર્થીઓ બીમાર, આંકડો વધવાની દહેશત
ગાંધીનગરના રાયસણ વિસ્તારમાં પીડીપીયુ નજીક આવેલી પ્રાઈવેટ હોસ્ટેલમાં ફૂડ પોઈઝનની ગંભીર ઘટના સામે આવી છે. હોસ્ટેલમાં રહેતા વિદ્યાર્થીઓએ ચાઈનિઝ ભોજન કર્યા બાદ 20થી વધુ યુવક-યુવતીઓને ફૂડ પોઈઝનની અસર થઈ છે. આ હોસ્ટેલમાં કુલ 200થી વધુ વિદ્યાર્થીઓ રહે છે, જેથી અસરગ્રસ્તોની સંખ્યા વધવાની શક્યતા છે.બે દિવસ પહેલા હોસ્ટેલમાં મંચુરિયન અને નૂડલ્સ જેવી ચાઈનિઝ વાનગીઓ બનાવવામાં આવી હતી.