ગાંધીનગર: સ્ટાફ નર્સ ની પરીક્ષા ને લઈને વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજા
યુવરાજસિંહ જાડેજાએ ગોલમાલનો દાવો કરતા લખ્યું છે કે, આન્સર કીમાં જવાબો ક્રમશઃ A,B,C,D પ્રમાણે જ જોવા મળ્યાં છે. આવી રીતે જવાબોની ગોઠવણી શા માટે? શું આ કોઈ સંજોગ છે કે પછી જાણી જોઈને કરવામાં આવેલો કૌભાંડનો પ્રયાસ છે? આ સવાલો થયા તેમાં શંકાને કોઈ સ્થાન નથી. નોંધનીય છે કે, મનિષ દોશીએ ટ્વીટ કરી CMને તપાસ કરવા માટે રજૂઆત પણ કરી છે. પરંતુ વારંવાર વિદ્યાર્થીઓ સાથે આવું શા માટે કરવામાં આવે છે? શું આ સરકારનું વિકાર મોડેલ છે?