નાંદોદ: સરદાર સરોવર ડેમ ૧૩૮.૬૮ મીટરની પૂર્ણ સપાટીએ પહોંચ્યો, મુખ્યમંત્રીએ કર્યું જળ પૂજન
Nandod, Narmada | Sep 30, 2026 ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમ તેની મહત્તમ ૧૩૮.૬૮ મીટરની સપાટીએ પહોંચ્યો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે એકતા નગર ખાતે પહોંચી જળ પૂજન અને વધામણાં કર્યા હતા. આ પ્રસંગે જિલ્લા ભાજપ પ્રમુખ શબ્દશરણભાઈ તડવીએ પણ પ્રતિક્રિયા આપી હતી.