તારાપુર: તારાપુર પાસે શ્રમિકને કારે ટક્કર મારતાં ઘાયલ, હાથનું હાડકુ ભાંગી ગયુ.
Tarapur, Anand | Oct 19, 2026 પેટલાદ તાલુકાના પંડોળી ગામે રહેતા પસાભાઈ જીવાભાઈ સોલંકી તારાપુર ખાતે કડીયાકામની મજુરીએ ગયા હતા.મજુરી કામ પતાવીને પરત પંડોળી, ગોકુળપુરા આવવા નીકળ્યા હતા. દરમ્યાન તારાપુર-વાસદ હાઈવે પર આવેલા ઓમ શાંતિ આગળ રોડ ક્રોસ કરવા જતા વાસદ તરફથી પુરપાટ ઝડપે આવી ચઢેલી કાર નંબર જીજે-૨૩, સીકે-૦૪૨૦એ ટક્કર મારી હતી.જેમાં જમણા હાથ, પગ તેમજ માથા અને નાક ઉપર ઈજાઓ થઈ હતી.આ અંગે તારાપુર પોલીસે કારના ચાલક વિરૂધ્ધ ગુનો દાખલ કરીને તેને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા હતા.