મણિનગર: વાસણા વિસ્તારમાં જાહેરમાં પ્રતિબંધિત મેડિકલ વેસ્ટ મામલે તંત્ર દ્વારા તપાસ
વાસણા વિસ્તારમાં જાહેરમાં પ્રતિબંધિત મેડિકલ વેસ્ટ અને દવાઓનો મોટો જથ્થો ફેંકવાની ગંભીર ઘટના સામે આવી છે. આ બેદરકારીને પગલે AMC પશ્ચિમ ઝોન, હેલ્થ વિભાગ અને GPCB (ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ)ના અધિકારીઓ તુરંત સ્થળ પર દોડી આવ્યા હતા. તંત્રએ કડક કાર્યવાહી કરીને દવાઓ લાવનાર બે ટેમ્પો ડિટેઇન કર્યા છે અને કચરો હટાવી તપાસ હાથ ધરી છે.