મહુવા: અકસ્મિક દુર્ઘટનાઓમાં જીવ ગુમાવનારાઓને મોરારિબાપુની શ્રદ્ધાંજલિ
તાજેતરમાં દિલ્હીથી ઉત્તરપ્રદેશના મહોબા જતી સ્લીપર બસમાં આગ લાગતા 9 મુસાફરોના મોત થયા હતા. આ દુઃખદ ઘટનામાં પૂજ્ય મોરારિબાપુએ મૃતકોને શ્રદ્ધાંજલિ પાઠવી તેમના પરિવારજનોને રૂપિયા 15 હજાર લેખે કુલ 1 લાખ 35 હજાર રૂપિયાની સંવેદના રાશિ અર્પણ કરી છે. આ ઉપરાંત ગણેશ વિસર્જન દરમિયાન રાજ્યના વિવિધ સ્થળોએ ડૂબી જવાથી 6 લોકોનાં મોત થયા હતા. બાબરાના મોટા દેવળીયા ગામે 4 અને મોરબી પંથકમાં 2 લોકોના મોતને પગલે બાપુએ મૃતકોને શ્રદ્ધાંજલિ પાઠવી પરિવારજનોને રૂપિયા 15 હજા