મધ્યપ્રદેશના ‘બિટ્ટુ તબાહી’ તરીકે ઓળખાતા યુવાને એકલા હાથે નદીમાંથી કચરો સાફ કરવાની શરૂઆત કરી હતી. લોકો જોતા રહ્યા, પરંતુ બિટ્ટુ સતત નદીમાંથી પ્લાસ્ટિક અને ગંદકી બહાર કાઢતો રહ્યો. તેની મહેનતનો વીડિયો સોશિયલ મીડિયા પર એટલો વાયરલ થયો કે તેની ચર્ચા વિદેશ સુધી પહોંચી ગઈ. બિટ્ટુનું કામ જોઈ નેધરલેન્ડ્સની The Ocean Cleanup સાથે જોડાયેલા બોયન સ્લેટે તેને કામ કરવાની ઓફર આપી. એટલે જે કામ બિટ્ટુ કોઈ પ્રસિદ્ધિ માટે નહીં, પરંતુ નદી બચાવવા માટે કરતો હતો, એ જ કામ આજે તેની ઓળખ બની ગયું. એકલો શરૂ કરેલો પ્રયાસ… અને હવે આંતરરાષ્ટ્રીય તક! બિટ્ટુની કહાની સાબિત કરે છે કે સાચી મહેનત ક્યારેય વ્યર્થ નથી જતી.
#BittuTabahi #RiverCleaning #TheOceanCleanup #BoyanSlat #EnvironmentalHero #HumDekhengeNews