ગોધરા: વાવડી બુઝર્ગ વિસ્તારમાં પડોશીઓ વચ્ચે ઝઘડો: બંને પક્ષે મારામારી અને જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરિયાદ નોંધાઈ
ગોધરા શહેરના વાવડી બુઝર્ગ વિસ્તારમાં પડોશીઓ વચ્ચે કચરો સળગાવવાના મુદ્દે ઝઘડો ઉગ્ર બન્યો. હેમલતાબેન રાજપુતે બુધિબેન તમંગ અને તેમના પરિવારજનો દ્વારા મારામારી અને જાનથી મારી નાખવાની ધમકી આપ્યાનો આક્ષેપ કર્યો છે. બીજી તરફ રોહન તમંગે વિપરીત ફરીયાદમાં હેમલતાબેનના પરિવાર પર હુમલાનો આરોપ મૂક્યો છે. બંને પક્ષે એકબીજા સામે ગાળો, મારામારી અને ધમકીના આક્ષેપો કર્યા છે. મામલો ગોધરા એ ડિવિઝન પોલીસ સુધી પહોંચતા પોલીસે બંને પક્ષની ફરીયાદ આધારે તપાસ શરૂ કરી છે.