ઓલપાડ: પેરોલ જમ્પ કરેલ આરોપીને સુરત જિલ્લા LCB એ UP થી ઝડપી લીધો.
Olpad, Surat | Dec 3, 2025 સુરત ગ્રામ્ય પોલીસે 21 વર્ષથી પેરોલ જમ્પ કરીને ફરાર થયેલા એક ખૂંખાર આરોપીને ઉત્તર પ્રદેશથી ઝડપી પાડયો છે. આ આરોપી વડોદરા મધ્યસ્થ જેલનો પાકા કામનો કેદી હતો, જે ઓલપાડ પોલીસ સ્ટેશનના ગંભીર ગુનામાં સંડોવાયેલો હતો.ગુજરાત રાજ્યના પોલીસ મહાનિર્દેશક અને મુખ્ય પોલીસ અધિકારી દ્વારા રાજ્યની વિવિધ જેલમાંથી પેરોલ કે ફર્લો રજાઓ મેળવી ફરાર થયેલા આરોપીઓને શોધી કાઢવા માટે વિશેષ ડ્રાઇવ શરૂ કરવામાં આવી હતી.