વિજાપુર નગરપાલિકાના સફાઈ કામદારો દ્વારા સમગ્ર શહેર વિસ્તારમાં સફાઈ કામગીરી બંધ રાખવામાં આવતા શહેરમાં ચોતરફ ગંદકી ફેલાઈ છે. ખાસ કરીને મકરાણી દરવાજા નજીક સફાઈ કામદાર મહિલા સુપરવાઈઝર સાથે થયેલા મારામારીના બનાવને લઈને સફાઈ કામદારોએ સમગ્ર વિસ્તારને ‘બાન’માં લઈ લીધો છે, જેના કારણે કચરાના ઢગલા ઉભા થયા છે અને દુર્ગંધથી જનજીવન પ્રભાવિત બન્યું છે.જેને લઈ ખત્રીકુવા વેપારીઓ દ્વારા આજરોજ શનિવારે બપોરે 12 કલાકે સફાઈ કામગીરી હાથ ધરવા બાબતે રજૂઆત કરી હતી.