સુરત શહેરના અશ્વિનીકુમાર પોલીસ સ્ટેશનને ઘરફોડ ચોરીના ગુનામાં મોટી સફળતા મળી છે. પોલીસે ચોરીમાં ગયેલા અંદાજે ૮૦ કેરેટ રફ અને તૈયાર હીરા સહિત કુલ રૂ. ૭.૫૦ લાખનો મુદ્દામાલ ઝડપી પાડ્યો છે. પોલીસે હ્યુમન સોર્સ અને ટેકનિકલ સર્વેલન્સના આધારે આરોપીની શોધખોળ હાથ ધરી હતી. સતત તપાસ બાદ આરોપીને ઝડપી પાડી સમગ્ર ગુનાનો ભેદ ઉકેલી નાખ્યો છે. ઝડપાયેલા આરોપી પાસેથી ચોરીમાં ગયેલા હીરા કબજે કરી વધુ પૂછપરછ શરૂ કરવામાં આવી છે. અશ્વિનીકુમાર પોલીસની આ કામગીરીને લઈને શહેરમાં ચર્ચા જાગી છે.
#Surat #AshwinikumarPolice #DiamondTheft #SuratPolice #CrimeNews #BreakingNews #SuratNews #GujaratNews #PoliceAction #Diamond #LatestNews #NewsUpdate #CrimeReport #GujaratBreaking #LocalNews