કાલોલ: શહેરમાં વસ્તી ગણતરીની કામગીરી દરમિયાન શિક્ષિકા પર હુમલાનો આક્ષેપ,રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા મામલતદારને આવેદન આપ્યુ
આજરોજ બપોરે એક કલાકે રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ કાલોલ દ્વારા મામલતદારને આવેદન પત્ર આપી સરકારી ફરજ બજાવતા કર્મચારીઓ, ખાસ કરીને મહિલા શિક્ષિકાઓની સુરક્ષા સુનિશ્ચિત કરવી અત્યંત જરૂરી છે. સંગઠને હુમલો કરનારાઓ સામે કડક કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ સાથે ભવિષ્યમાં આવી ઘટનાઓ ન બને તે માટે યોગ્ય સુરક્ષા વ્યવસ્થા ગોઠવવાની પણ માંગણી કરી છે.