ફતેપુરા: ડેડીયાપાડા પો.સ્ટે.ના છેતરપિંડીના ગુનામાં સંડોવાયેલા,2 વર્ષથી નાસતા ફરતા આરોપીને બાતમીના આધારે ઝડપી પાડતી ફતેપુરા પોલીસ
Fatepura, Dahod | Mar 19, 2025 નર્મદા જિલ્લાના ડેડીયાપાડા પોલીસ મથક વિસ્તારમાં છેતરપિંડી અને ઠગાઈ નો ગુનો આચરીને છેલ્લા બે વર્ષથી નાસતા ફરતા આરોપીને બાતમીના આધારે તેના આશ્રય સ્થાનેથી ફતેપુરા પોલીસે ઝડપી લઈને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી.