મહેમદાવાદ: મહેમદાવાદ મહુધા રોડ ઉપર સર્જાયો અકસ્માત,, કારની ટક્કરે યુવકને થઈ ગંભીર ઇજાઓ,અકસ્માતને લઇ થઈ પોલીસ ફરિયાદ
મહેમદાવાદ-મહુધા રોડ ઉપર સર્જાયો અકસ્માત. કારની ટક્કરે યુવકને થઈ ગંભીર ઈજાઓ. વાત્સલ્ય કોમ્પ્લેક્સમાં રહેતો યુવક રાત્રીના સમયે વોકિંગ કરવા નીકળ્યો હતો. ત્યારે અજાણ્યા કાર ચાલકે યુવકને ટક્કર મારી ફરાર થઈ ગયો હતો. ત્યારે ઘવાયેલા ઈસમને સારવાર અર્થે ખાત્રજ ચોકડી ખાનગી હોસ્પીટલ ખાતે ખસેડાયો હતો. ત્યાંથી વધુ સારવાર અર્થે નડિયાદ ખાનગી હોસ્પીટલ ખસેડાયો હતો. પોલીસ દ્વારા અકસ્માતને લઈને ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરાઈ હતી.