નાંદોદ: રાજપીપળામાં દશેરાના બીજા દિવસે અગિયારસના દિવસે થયું રાવણ દહન
Nandod, Narmada | Oct 22, 2026 રાજપીપળામાં દશેરાના બીજા દિવસે અગિયારસના દિવસે રાવણ દહન કરવાની વર્ષો જૂની પરંપરા નિભાવવામાં આવી. શાસ્ત્રોક્ત માન્યતા મુજબ રાત્રે અગ્નિદાહ ન આપી શકાય તે માટે અહીં બીજા દિવસે ૨૦ ફૂટ ઊંચા રાવણનું દહન કરવામાં આવે છે. આ પ્રસંગે ભવ્ય શોભાયાત્રા પણ કાઢવામાં આવી હતી.