લાલપુર: 29 સપ્ટેમ્બરે બાકી વીજ બિલ વાળા ગ્રાહકોના જોડાણ કપાશે, જાણો વિગત
લાલપુર PGVCL દ્વારા 29 સપ્ટેમ્બર, મંગળવારે બાકી વીજ બિલ વસૂલાત માટે મેગા ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું છે. આ ડ્રાઈવમાં બાકી બિલવાળા જોડાણો કાપવામાં આવશે. સ્થળ પર રોકડ સ્વીકારાશે નહીં. જોડાણ ફરી શરૂ કરવા PGVCL ઓફિસે જઈ નિયત ચાર્જ ભરવો પડશે.