અમદાવાદ શહેર: ચાંદખેડામાં ઢોસા ખાધા બાદ બે બાળકીના શંકાસ્પદ
મોતનું રહસ્ય ઘેરાયું
અમદાવાદ શહેરના ચાંદખેડા વિસ્તારમાં એક મહિના અગાઉ એક પરિવારે ડેરીમાંથી ખીરું લાવી ઢોસા બનાવીને ખાધા બાદ બે નાની બાળકીઓના મોત નિપજ્યાં, ત્યારે આ ઘટનાના એક મહિના બાદ અઢી માસની બાળકીનું પોસ્ટમોર્ટમ કરનાર ડોક્ટરે મોતનું કારણ ન જાણી શકાયું હોવાનો અભિપ્રાય આપતા બાળકીનું મોત રહસ્ય જ રહશે. અગાઉ પોલીસની તપાસ ડોક્ટરના અભિપ્રાય પર અટકી હતી, પરંતુ હવે તે પણ આગળ નહી.