બાબરા: બાબરાના ફુલઝરમાં લગ્ન પ્રસંગે રક્તરંજિત બબાલ — એકના મોત, દસ ઈજાગ્રસ્ત, 50થી વધુના ટોળા સામે ફરિયાદ
Babra, Amreli | Nov 6, 2025 બાબરા તાલુકાના ફુલઝર ગામમાં ગત મોડી રાત્રે લગ્ન પ્રસંગે થયેલી બબાલમાં એક વ્યક્તિની મોત થઈ હતી, જ્યારે 10 જેટલા લોકો ઇજાગ્રસ્ત થયા છે. ઘટનાનું કારણ ટ્રેક્ટરનું ટાયર ઘોડીને અડવાથી શરૂ થયેલો વિવાદ હોવાનું સામે આવ્યું છે. બન્ને પક્ષોએ એકબીજાના 50થી વધુ લોકો સામે ફરિયાદ નોંધાવી છે. પોલીસએ તાત્કાલિક દળો ઉતારી સ્થિતિ કાબુમાં લીધી હતી. હાલ ગામમાં શાંતિનો માહોલ છે.