સુરેન્દ્રનગર | દુધરેજ વડવાળા ધામ ખાતે ગુરૂપૂર્ણિમાની ભવ્ય ઉજવણી
સમગ્ર દેશ સાથે સુરેન્દ્રનગર જિલ્લામાં પણ ગુરૂપૂર્ણિમાની શ્રદ્ધાભેર ઉજવણી કરવામાં આવી. દુધરેજ ખાતે આવેલ રબારી અને માલધારી સમાજની આસ્થાનું કેન્દ્ર એવા વડવાળા ધામમાં હજારો ભક્તો ગુરુ ગાદીના દર્શન માટે ઉમટી પડ્યા. મહંત પ.પૂ.ધ.ધુ.૧૦૦૮ મહામંડલેશ્વર શ્રી કનીરામબાપુએ નાના બાળકોને કંઠી પહેરાવી મંત્રદીક્ષા આપી હતી. સંતવાણી, સમાધિ પૂજન અને ગુરૂ પૂજનના કાર્યક્રમો યોજાયા હતા.
#Surendranagar #DudhrejDham #VadwalaDham #GuruPurnima #KaniramBapu
Wadhwan, Surendranagar | Jul 29, 2026