GSRTCના ચંડોળા વર્કશોપમાં કથિત અત્યાચારની ચોંકાવનારી ઘટના સામે આવી છે. ડિવિઝનલ મિકેનિકલ ઇજનેર હિરેન જી. રાવલ સામે વર્કશોપના હેલ્પરોએ ગંભીર આક્ષેપો કર્યા છે. ચા-પત્તી લેવાની ના પાડતા કર્મચારીને માર મારવામાં આવ્યો હોવાની અને ઘરકામ કરાવી સેક્સ્યુઅલ હેરેસમેન્ટ (જાતીય સતામણી) કરાતી હોવાની ફરિયાદથી એસ.ટી. નિગમમાં ભારે ખળભળાટ મચી ગયો છે.