કાલોલ: રાજ્યપાલે કાલોલ તાલુકાના મલાવ ગામની પ્રાથમિક શાળામાં રાત્રિ વિશ્રામ કર્યો,વહેલી સવારે શાળામાં વિદ્યાર્થીઓ સાથે યોગ કર્યો
રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ કાલોલ તાલુકાના મલાવ ગામની પ્રાથમિક શાળાના સામાન્ય ઓરડામાં રાત્રિ વિશ્રામ કર્યા બાદ વહેલી સવારે શાળાના વિદ્યાર્થીઓ, ગ્રામજનો તેમજ યુવાનો સાથે યોગાભ્યાસ કર્યો હતો.શાળાના વિદ્યાર્થીઓ અને ગ્રામજનો સાથે યોગાભ્યાસ અને પ્રાણાયામ કરી યોગથી થતા શારીરિક તેમજ માનસિક ફાયદા અંગે વિસ્તૃત માહિતી આપી હતી. સુક્ષ્મ વ્યાયામ કરાવતા તેમણે જણાવ્યું હતું કે, યોગથી શરીરની લચકતા વધે છે. શરીરમાં લોહીનો સંચાર વધે છે તેથી અનેક રોગોમાં ફાયદાકારક છે