બારડોલી સુગર ફેક્ટરીમાં ચાલતી કામગીરી માટે કિમ ખાતે આવેલી રોયલ ક્રેન કંપનીની હેવી ક્રેન નંબર GJ 16 BS 3786 સુગર મિલમાં કામ પૂર્ણ થતા કિમ પોતાની ઓફિસે ચાલક અનુદિન અંસારી લઈને જવા નીકળ્યા હતા દરમ્યાન ખરવાસા ગામની સીમમાં હનુમાનજી મંદિર પાસે આ હેવી ક્રેનમા અચાનક આગ લાગતા ચાલક તથા સાથેનો માણસ ક્રેન એક બાજુએ મૂકી નીચે ઉતરતા આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા ફાયર વિભાગને જાણ કરતા બારડોલી ફાયરની ટીમે આગ ઉપર કાબુ મેળવ્યો સદનસીબે કોઈ જાનહાનિ થઇ નથી