પોરબંદર: આદિત્યાણા: શ્રી કન્યા શાળામાં નવરાત્રી મહોત્સવની ભવ્ય ઉજવણી
આદિત્યાણાની શ્રી કન્યા શાળામાં નવરાત્રી પર્વની ઉજવણી કરવામાં આવી. બાળાઓ અને શિક્ષકોએ પરંપરાગત રાસ-ગરબાની રમઝટ બોલાવી હતી. કાર્યક્રમના અંતે વનાણાના જય સિયારામ આશ્રમ દ્વારા વિદ્યાર્થીનીઓને ભોજન કરાવવામાં આવ્યું હતું.