ગોધરાના બામરોલી રોડ પર દીપ હોસ્પિટલ નજીક કારચાલકે પૂરઝડપે જતા મોપેડચાલક આશિષભાઈ મિસ્ત્રીને અડફેટે લીધા. અકસ્માતમાં આશિષભાઈ રોડ પર ફંગોળાઈ પડતા તેમના મોઢા અને ડાબા હાથમાં ગંભીર ઈજાઓ પહોંચી. ઘટના બાદ કારચાલક ફરાર થઈ ગયો. આ અંગે ઈજાગ્રસ્તના પુત્ર મિહિર મિસ્ત્રીએ ગોધરા શહેર એ ડિવિઝન પોલીસમથકે ફરિયાદ નોંધાવી, જેમાં અકસ્માતની સંપૂર્ણ વિગતો આપવામાં આવી છે અને કારચાલક વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.