જેસર: જેસર તાલુકામાં ડીઝલની અછત સર્જાતા પેટ્રોલ પંપો પર ટ્રેક્ટરોની લાંબી કતારો જોવા મળી
ભાવનગર જિલ્લાના જેસર તાલુકામાં ડીઝલની અછત સર્જાતા પેટ્રોલ પંપો પર ટ્રેક્ટરોની લાંબી કતારો જોવા મળી રહી છે. ખેડૂતો અને વાહનચાલકો કલાકો સુધી રાહ જોવી પડી રહી હોવાનું સામે આવ્યું છે. ખેતીના કામકાજની સીઝન વચ્ચે ડીઝલની અછત ઉભી થતાં ગ્રામ્ય વિસ્તારોમાં મુશ્કેલી વધી છે. અનેક ટ્રેક્ટરચાલકો વહેલી સવારથી જ પેટ્રોલ પંપ પર પહોંચી ગયા હતા, જેના કારણે લાંબી લાઈનો લાગી હતી. સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર, ડીઝલનો પૂરતો જથ્થો સમયસર ઉપલબ્ધ ન થતાં હાલાકીનો માહોલ સર્