કરજણથી ડભોઇ થરવાસા ચોકડી થઈ કાયાવોહરણ તરફ જતો માર્ગ હાલ ખાડાઓના કારણે બિસ્માર બની ગયો છે. માર્ગ અને મકાન વિભાગ દ્વારા બનાવવામાં આવેલ આ રોડ આજે વાહનચાલકો માટે મુશ્કેલીનું કેન્દ્ર બન્યો છે. ખાસ કરીને રેલવે ઓવરબ્રિજ તરફના માર્ગ પર મસમોટા ખાડાઓથી રાહદારીઓ અને વાહનચાલકો ભારે હાલાકી ભોગવી રહ્યા છે. રોજબરોજ અહીં અકસ્માતનો ભય મંડરાઈ રહ્યો છે. સ્થાનિક લોકોમાં તંત્ર સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે. અનેક વખત રજૂઆતો છતાં કોઈ કાર્યવાહી ન થતા લોકોમાં નારાજગી વ