ગોધરા: બનાવટી દસ્તાવેજ અને લેન્ડ ગ્રેબિંગના ગુનામાં બે વર્ષથી નાસતો ફરતો આરોપી હમીરપુર રોડ પરથી ઝડપાયો
પંચમહાલ પોલીસની પેરોલ ફર્લો સ્ક્વોડને બે વર્ષથી નાસતા-ફરતા ગંભીર ગુનાના આરોપીને પકડવામાં મોટી સફળતા મળી છે. ગોધરા બી ડીવીઝન પોલીસ મથકના બનાવટી દસ્તાવેજ અને લેન્ડ ગ્રેબિંગના ગુનામાં સંડોવાયેલા આરોપી ઐયુબ મહમદ યુસુફ બોકડાને પોલીસે હમીરપુર રોડ પર આવેલી અબ્દુલ રહીમ મસ્જીદ પાસેથી ઝડપી પાડ્યો છે. ASI રૂપસિંહ કલાભાઈને હ્યુમન સોર્સીસ અને ટેકનિકલ એનાલીસીસ દ્વારા મળેલી ચોક્કસ બાતમીના આધારે આ સફળ કામગીરી કરવામાં આવી હતી. પકડાયેલા આરોપીને કાયદેસરની આગળની કાર