NEET(UG)ની પરીક્ષા અંતર્ગત જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી રવિરાજસિંહ જાડેજાએ પરીક્ષા કેન્દ્રોની મુલાકાત લીધી
દાહોદ જિલ્લામાં તા.૨૧ જૂન ૨૦૨૬ના રોજ કુલ ૬ પરિક્ષા કેન્દ્ર ખાતે NEET(UG)ની પરીક્ષા યોજાનાર છે. વિદ્યાર્થીઓને પરીક્ષા કેન્દ્રો સુધી પહોંચવામાં સરળતા રહે તે માટે સહાયરૂપ થવા, પરીક્ષાર્થીઓ સમયસર પરીક્ષા કેન્દ્રોએ પહોચી શકે તે માટે તેમજ પરીક્ષા કેન્દ્રો ખાતે શાંતિ અને સુરક્ષા જળવાઈ રહે તે હેતુથી દાહોદ જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી રવિરાજસિંહ જાડેજાએ તમામ પરીક્ષા કેન્દ્રોની મુલાકાત લઈને સમગ્ર રીતે નિરીક્ષણ કરીને ફરજ પરના અધિકારી-કર્મચારીઓને સુરક્ષા વ્યવસ્થા અંગે જરૂરી સૂચનો તેમજ માર્ગદર્શન આપ્યું હતું. #dahod #news #dnadahodniasmita #gujarat #naeemmunda
Dohad, Dahod | Jun 20, 2026