કરજણ તાલુકાના અટાલી ગામેથી સામાજિક એકતાનું ઉદાહરણ પૂરું પાડતા સમાચાર સામે આવ્યા છે. અટાલી ગામે શ્રી અશ્વિનભાઈ અને શ્રીમતી હંસાબેન પટેલ પરિવાર દ્વારા સ્વર્ગસ્થ ઝવેરબેન જેસંગભાઈ પટેલની સ્મૃતિમાં અંદાજે 15 લાખ રૂપિયાના ખર્ચે નવનિર્મિત મુખ્ય પ્રવેશ દ્વારનું નિર્માણ કરવામાં આવ્યું હતું. આ ભવ્ય પ્રવેશ દ્વારનું ઉદ્ઘાટન કરજણ તાલુકાના લોકપ્રિય ધારાસભ્ય અક્ષય પટેલના કરકમળે કરવામાં આવ્યું. આ પ્રસંગે યોજાયેલા કાર્યક્રમમાં વિવિધ ચૂંટાયેલ જનપ્રતિનિધિશ્રીઓ, સંગ