વિજાપુર તાલુકાના વસાઈ ગામે ભીમનાથ મહાદેવ વાસમાં રહેતી એક પરિણીતાને તેના પતિ અને સસરા દ્વારા શારીરિક-માનસિક ત્રાસ આપી, નવી ગાડી લેવા માટે પિયરથી ૫ લાખ રૂપિયાની માંગણી કરી માર મારી ઘરમાંથી કાઢી મૂકતા વસાઈ પોલીસ મથકે પાયલ બેને ફરિયાદ નોંધાવી છે. બી.એન.એસ.ની કલમ મુજબ ગુનો રજીસ્ટર કર્યો છે. આ કેસની પ્રાથમિક તપાસ બાદ ઉચ્ચ અધિકારીઓની મંજૂરી મળતા વિધિવત ફરિયાદ નોંધી પોલીસે આજરોજ રવિવારે સાંજે ચાર કલાકે વધુ તપાસ હાથ ધરી છે.