થરાદ: રાહ શ્રીરાજેશ્વર ધીરાણ અને ગ્રાહક સહકારી મંડળીની 14મી વાર્ષિક સાધારણ સભા યોજાઈ
રાહ ખાતે શ્રી રાજેશ્વર ધીરાણ અને ગ્રાહક સહકારી મંડળીની 14મી વાર્ષિક સાધારણ સભા ભવ્ય રીતે યોજાઈ હતી.આ પ્રસંગે મંડળીના માનવંતા સભાસદો, બચત થાપણદારો, લોન ખાતેદારો તથા ડિરેક્ટર મીત્રો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. સભામાં મંડળીની પ્રવૃત્તિઓ, નાણાકીય હિસાબો અને આગલા વર્ષ માટેની યોજનાઓ પર વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી.સભાના અંતે સર્વાનુમતે ઠરાવ પસાર કરાયા હતા અને સભાસદોએ મંડળીની સતત પ્રગતિ માટે શુભેચ્છા વ્યક્ત કરી હતી.