ફૂલ વેચતી મહિલાનું 11 તોલા સોનું ચોરાયું! પોલીસે મહારાષ્ટ્રથી ચોર પકડી આખી મહેનતની કમાણી પરત અપાવી
સુરત જિલ્લા પોલીસની મહેનત રંગ લાવી છે. કીમ ગામમાં ફૂલ વેચીને પરિવારનું ગુજરાન ચલાવતા અલકાબેન માળીના ઘરમાં થયેલી લાખોની ચોરીનો પોલીસે ભેદ ઉકેલી કાઢ્યો. અલકાબેન સવારે મંદિર ખાતે ફૂલ વેચવા ગયા હતા ત્યારે તસ્કરે તેમના ઘરમાં ઘૂસી કબાટ તોડી 11 તોલા સોનું અને રોકડ રકમ ચોરી કરી હતી. આ દાગીના મહિલાની વર્ષોની મહેનતની બચત હોવાનું જણાવાયું છે.
ઘટનાની જાણ થતાં કીમ પોલીસની ટીમે તપાસ શરૂ કરી હતી. પોલીસ આરોપી સુધી પહોંચતા તેનો પીછો છેક મહારાષ્ટ્રના જળગાંવ જિલ્લાના ધરણગાંવ સુધી કર્યો હતો અને ત્યાંથી તેને ઝડપી પાડ્યો હતો. પોલીસે રિમાન્ડ મેળવી પૂછપરછ કર્યા બાદ ચોરીનો મુદ્દામાલ રિકવર કર્યો હોવાની માહિતી છે. કીમ પોલીસે 11 તોલા સોનું અને રોકડ રકમ સહિતનો મુદ્દામાલ પરત મેળવ્યો. ત્યારબાદ DY CM હર્ષભાઈના હસ્તે મહિલાને તેમના દાગીના પરત સોંપવામાં આવ્યા. વર્ષોની મહેનતની કમાણી પાછી મળતા મહિલાની આંખોમાં આંસુ આવી ગયા.
#Surat #Kim #KimPolice #suratpolice
Udhna, Surat | Oct 3, 2026