સુરત | ઉધના પોલીસની મોટી કાર્યવાહી
ઉધના વિસ્તારમાંથી 6.024 કિલો ગાંજો ઝડપી પાડવામાં આવ્યો
ઝડપાયેલા ગાંજાની કિંમત આશરે ₹3,01,200 હોવાનું પોલીસની માહિતી
ઉધના સર્વેલન્સ ટીમે બાતમીના આધારે આરોપીને ઝડપી પાડ્યો
પ્રભુનગર વિસ્તારમાં સ્કૂલ બેગમાં માદક પદાર્થ લઈ જતો હોવાની બાતમી મળી હતી
પોલીસે મોહન ઉર્ફે ચીકુ ભીમરાવ સાતપુતે નામના 23 વર્ષીય આરોપીને ઝડપી પાડ્યો
આરોપી પાસેથી ગાંજા ઉપરાંત મોબાઇલ ફોન અને અન્ય મુદ્દામાલ કબજે કરાયો
એક મોબાઇલ ફોનની કિંમત આશરે ₹5,000
સ્કૂલ બેગ અને પ્લાસ્ટિકની થેલીઓ પણ કબજે કરાઈ
કુલ ₹3,06,200નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો
આરોપી સામે NDPS એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો
ગાંજાનો જથ્થો આપનાર અને મંગાવનાર બે શખ્સો વોન્ટેડ જાહેર
ગાંજાનો જથ્થો આપનાર બ્રહ્મા ઉર્ફે ધીરજ પંડિતની શોધખોળ શરૂ
ગાંજાનો જથ્થો મંગાવનાર ભાગવત નામના શખ્સને ઝડપી પાડવા તપાસ
ઉધના પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી
#krantisamaynews #krantisamay #surat #gujarat
Udhna, Surat | Oct 3, 2026