કાલોલ: માત્ર થોડા વરસાદમાં જ કાલોલ મામલતદાર કચેરી જળબંબોળ: અરજદારો ભારે પરેશાન. દર વર્ષે પાણી ભરાતા હોય કાયમી ઉકેલ ની માંગ
ચોમાસાની શરૂઆતમાં જ માત્ર થોડાક વરસાદે તંત્રની પ્રી-મોન્સૂન કામગીરીની પોલ ખોલી નાખી છે. કાલોલ તાલુકા કક્ષાની મહત્વની ગણાતી મામલતદાર કચેરી ખાતે આજ રોજ સવારે વરસેલા સામાન્ય વરસાદમાં જ વ્યાપક પાણી ભરાઈ જવાની સમસ્યા સામે આવી છે. કચેરીના મુખ્ય પ્રવેશદ્વારથી લઈને અંદર સુધી વરસાદી પાણી ભરાઈ જતાં પોતાના સરકારી કામકાજ માટે આવતા સામાન્ય નાગરિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.મામલતદાર કચેરીના મુખ્ય ગેટ પર પાણી ભરાઈ જતાં વહીવટી તંત્ર દ્વારા વૈકલ્પિક વ્