ગોધરા: ગોધરા શહેરના હમીરપૂર રોડ પર ઉછીના નાણાં પરત માંગતા યુવક પર હુમલો: જાનથી મારી નાખવાની ધમકી અપાતા ગુનો દાખલ
ગોધરાના હમીરપુર રોડ પર અબ્દુલ રહીમ મસ્જિદ પાસે ઉછીના આપેલા નાણાં પરત માંગવા બાબતે એક યુવક પર હુમલાની ઘટના સામે આવી છે. વ્હોરવાડ વિસ્તારના રહેવાસી નુર તસ્લીમ સુલેમાને ગત ૨૭ જૂનના રોજ નમાજ પઢવા ગયા ત્યારે આસીફ ઇકબાલ હુસેન પટેલ પાસે અગાઉ આપેલા ₹૭,૧૦,૦૦૦ પરત માંગ્યા હતા. આ બાબતે ઉશ્કેરાઈને આસીફ પટેલે જાહેરમાં ગાળો ભાંડી, નુર તસ્લીમને ગડદાપાટુનો માર માર્યો હતો અને જાનથી મારી નાખવાની ધમકી આપી નાસી છૂટ્યો હતો. આ અંગે ગોધરા શહેર બી-ડિવિઝન પોલીસે આરોપી વિ