ભાવનગર શહેર: કુંભારવાડા વિસ્તારમાં સરકારી શાળા પાસે RCC રોડ પર ખાડો કરાતા અકસ્માતનો ભય ફેલાયો, લોકોએ મનપા સમક્ષ રજુઆત કરી
Bhavnagar City, Bhavnagar | Aug 11, 2026
ભાવનગર શહેરના કુંભારવાડા વિસ્તારમાં સરકારી શાળા નજીક આવેલા RCC રોડ પર ખાડો કરવામાં આવતા સ્થાનિકોમાં અકસ્માતની ભીતિ ફેલાઈ છે. રોડ પર ખાડો કર્યા બાદ યોગ્ય રીતે સમારકામ ન કરવામાં આવતાં વાહનચાલકો તથા રાહદારીઓને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. શાળા નજીકનો વિસ્તાર હોવાથી અહીં વિદ્યાર્થીઓની અવરજવર પણ સતત રહે છે. રોડ પર ખુલ્લો ખાડો હોવાથી ખાસ કરીને બે-ચક્રી વાહનચાલકો માટે અકસ્માતનું જોખમ સર્જાયું છે. જે અંગે મનપા સમક્ષ રજુઆત કરી હતી.