હિંમતનગર: નારી સશક્ત મેળામાં પ્રથમ દિવસે 1500 થી વધુ લોકોએ મુલાકાત લીધી:2 લાખ 23 હજાર રૂપિયાની વસ્તુ સ્થાનિકોએ ખરીદી
સાબરકાંઠા જીલ્લાના મુખ્ય મથક હિંમતનગર ખાતે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સહકારી જીન રોડ પર આવેલ અંકિતા ડેરીની સામેના મેદાનમાં ત્રિદિવસીય સશક્ત નારી મેળાનો ગઈકાલે પ્રભારી મંત્રીના હસ્તે પ્રારંભ થયો છે.જે મેળામાં પ્રથમ દિવસે રૂ.2 લાખ 23 હજારની વસ્તુ સ્થાનિકો દ્વારા ખરીદવામાં આવી છે.જોકે મેળામાં પ્રથમ દિવસે 1500 થી વધુ લોકોએ મુલાકાત લીધી છે.નારી સશક્ત મેળામાં જીલ્લાની 50 સખી મંડળો ધ્વારા અલગ અલગ સ્ટોલ ઉભા કરવામાં આવ્યા છે જેમાં પ્રાકૃતિક ખેતી કરીને શાક