ભુજ: હાજીપીર ઉર્સ મેળા માટે ભવ્ય તૈયારીઓ: એસટી વિભાગ દ્વારા ૧૫૦ બસોની ફાળવણી
Bhuj, Kutch | Apr 10, 2026 હાજીપીર ઉર્સ મેળા માટે ભવ્ય તૈયારીઓ: એસટી વિભાગ દ્વારા ૧૫૦ બસોની ફાળવણી કચ્છની કોમી એકતાના પ્રતીક સમાન હાજીપીર બાબાનો મેળો ૧૧ થી ૧૩ એપ્રિલ દરમિયાન યોજાશે. લાખો શ્રદ્ધાળુઓની સુવિધા માટે એસટી વિભાગે ૧૫૦ વધારાની બસો ફાળવી છે .વહીવટી તંત્ર દ્વારા પીવાનું પાણી, ૨૪ કલાક વીજળી અને ચુસ્ત પોલીસ બંદોબસ્તની વ્યવસ્થા કરવામાં આવી છે જેથી મેળામાં આવતા ભક્તોને કોઈ તકલીફ ન પડે